આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ આગાખાન સંસ્થા આપના માટે લાવી રહી છે. નીચે મુજબના તાલીમ કાર્યક્રમો. BPO Trade(Bussiness Process Outsourcing) Retail Trade Junior Finance Trade Computer Hardware & Networking Trade આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે જરૂરી લાયકાતો આ તાલીમ કાર્યક્રમમાં ૧૦ પાસ,૧૨ પાસ,તેમજ કોલેજના ભાઇઓ તથા બહેનો જોડાઇ શકે છે. આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટેની વય મર્યાદા ૧૮ થી ૩૦ વર્ષ સુધીની રહેશે. આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે બી.પી.એલ. ૦ થી ૨૦ ની યાદીમાં નામ હોવું જરૂરી છે. આ તાલીમનો સમયગાળો ૩ મહીના સુધીનો રહેશે. આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે જરૂરી પ્રમાણપત્રો માર્કશીટ નકલ લીવીંગ સર્ટીફીકેટની નકલ રેશનકાર્ડની નકલ બી.પી.એલ. દાખલાની નકલ જાતીનુ પ્રમાણપત્ર આધાર કાર્ડની નકલ ડોમીસાઇલ એસ.બી.આઇ. બેંક પાસબુકની નકલ આ તાલીમ કાર્યક્રમમાં જોડાવાથી થતા ફાયદાઓ આ તાલીમમાં વીધાર્થીઓને મફત શિક્ષણ અને નોકરીની તક આપવામાં આવશે. તાલીમ દરમીયાન આવવા-જવાનુ ભાડું અને બપોરના ભોજનના પેટે રૂ.૧૦૦ આપવામાં આવશે. કોર્ષ દરમીયાન બે જોડી યુનિફોર્મ ફ્રી આપવામાં આવશે. તાલીમ દરમીયાન બેગ,ટેક્ષબૂક,તથા તમામ અભ્યાસ માટેની જરૂરી સામગ્રી ફ્રી આપવામાં આવશે. BPO Trade વીશેની માહીતી આ તાલીમ દરમીયાન આપને કોલસેંટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં તમને શું તકો રહેલી છે.તેનાથી માહીતગાર કરવામાં આવશે. Retail Trade વીશેની માહીતી આ તાલીમ દરમીયાન આપને રીટેલ સેક્ટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં તમને શું તકો રહેલી છે.તેનાથી માહીતગાર કરવામાં આવશે. Junior Finance Trade વીશેની માહીતી આ તાલીમ દરમીયાન આપને ફાઇનાન્સ સેક્ટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં તમને શું તકો રહેલી છે.તેનાથી માહીતગાર કરવામાં આવશે. Computer Hardware & Networking Trade વીશેની માહીતી આ તાલીમ દરમીયાન આપને કોમ્પ્યુટર રીપેરીંગ તેમજ સોફ્ટવેર ઇંસ્ટોલેશનની કામગીરી કઇ રીતે કરવી તેમજ આ તાલીમ પુર્ણ કર્યા પછી આપને શું તકો રહેલી છે.તેનાથી માહીતગાર કરવામાં આવશે. આ કોર્ષમાં જોડાવાથી થતાં બીજા ફાયદાઓ આ તાલીમ દરમિયાન વીધાર્થીઓને વિવિધ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન તેમજ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ પુર્ણૅ કરનારને ગુજરાત સરકાર માન્ય સર્ટીફીકેટ આપવામાં આવશે જે તેઓને નોકરી તેમજ સ્વરોજગારી માટે ખુબ જ ઉપયોગી રહેશે. તાલીમ પુર્ણ કર્યા બાદ સંસ્થા દ્વારા પણ વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો આપવામાં આવશે. કોર્ષ પુર્ણૅ કરી ચુકેલા વીધાર્થીઓ તાલીમ આપવાની કાર્યપધ્ધતીઓ આ તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને Digital Lessons ની મદદથી English શીખવવામાં આવશે. તેમજ પર્સનાલીટી ડેવલોપમેંટ તથા બેઝીક કોમ્પ્યુટર પણ શીખવવામાં આવશે. તેમજ રોલ પ્લે અને ગ્રૂપ ચર્ચાઓ દ્વારા તેમનો વિકાસ કરવામાં આવશે. તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને એક વખત Exposure Visit(પ્રેરણા પ્રવાસ) માટે પણ લઇ જવામાં આવે છે. સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ફ્રી હેલ્પ-લાઇન જેમાં આપને મળશે અભ્યાસને લગતી, વ્યવસાયને લગતી તેમજ કેવા ક્ષેત્રોમાં આપના માટે નોકરીની તકો રહેલી છે તેની માહીતી મળશે.તો આજે જ આ નંબર પર કોલ કરો. Free Help-Line આ તાલીમ કાર્યક્રમમાં જોડાવા માટે નીચેના સરનામાં પર સંપર્ક કરવો. આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) યુવા જંકશન-માંગરોળ ચાર ચોક,ટ્રાફીક પોઇંટ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની બાજુમા, માંગરોળ-૩૬૨૨૨૫ ફોન નં:- ૦૨૮૭૮-૨૨૨૧૮૬ મો.નં:-૯૯૧૩૬ ૬૨૫૩૮૮૧૪૧૮ ૨૮૭૨૪ માહીતી જોવા બદલ આપનો આભાર